બ્રિસ્બેનમાં નવા ભારતીય વાણિજ્ય દૂતાવાસનું ઉદ્ઘાટન

બ્રિસ્બેનમાં નવા ભારતીય વાણિજ્ય દૂતાવાસનું ઉદ્ઘાટન

બ્રિસ્બેનમાં નવા ભારતીય વાણિજ્ય દૂતાવાસનું ઉદ્ઘાટન

Blog Article

વિદેશ પ્રધાન એસ જયશંકરે સોમવાર, 4 નવેમ્બરે બ્રિસ્બેનમાં ભારતના નવા કોન્સ્યુલેટ જનરલનું ઉદ્ઘાટન કર્યું હતું અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તે ક્વીન્સલેન્ડ રાજ્ય સાથે ભારતના સંબંધોને મજબૂત બનાવવામાં, વેપારને પ્રોત્સાહન આપવામાં અને ડાયસ્પોરાની સેવા કરવામાં મહત્ત્વનું યોગદાન આપશે.

‘જયશંકર તેમના બે દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં રવિવારે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતાં. ઓસ્ટ્રેલિયામાં આ ભારતનું ચોથું વાણિજ્ય દૂતાવાસ છે. બાકીના સિડની, મેલબોર્ન અને પર્થમાં છે.

આ પ્રસંગે બોલતાં તેમણે કહ્યું હતું કે આજે આપણા વધુને વધુ મજબૂત બનતા દ્વિપક્ષીય સંબંધો માટે એક સીમાચિહ્નરૂપ ઘટના છે. અહીંનું કોન્સ્યુલેટ જનરલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે તેમના સમકક્ષ એન્થોની અલ્બેનિસની હાજરીમાં ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયને આપેલા વચનનની પરિપૂર્તિ છે. તે ક્વીન્સલેન્ડ રાજ્યના વધતા મહત્વની સ્વીકૃતિ છે, જે આપણા વધતા જતા સંબંધોમાં ઘણી રીતે આટલું મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.

Report this page