ગુજરાતમાં ચોથા નાણાપંચની રચના, ભાજપના નેતા યમલ વ્યાસને અધ્યક્ષ બનાવાયા

ગુજરાતમાં ચોથા નાણાપંચની રચના, ભાજપના નેતા યમલ વ્યાસને અધ્યક્ષ બનાવાયા

ગુજરાતમાં ચોથા નાણાપંચની રચના, ભાજપના નેતા યમલ વ્યાસને અધ્યક્ષ બનાવાયા

Blog Article

ગુજરાત સરકારે સોમવારે ચોથા રાજ્ય નાણાં પંચ (SFC)ની રચના કરી હતી અને તેના અધ્યક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા યમલ વ્યાસની નિમણૂક કરી હતી. ચોથા નાણાપંચની રચના લગભગ નવ વર્ષના અંતરાલ પછી કરવામાં આવી હતી. ભરત ગરીવાલાના નેતૃત્વમાં ત્રીજા SFCનો કાર્યકાળ 2015માં સમાપ્ત થયો હતો.

ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કંપની સેક્રેટરી છે અને આ ક્ષેત્રમાં લગભગ ચાર દાયકાનો અનુભવ ધરાવે છે. તેઓ 2011-2015ની વચ્ચે ત્રીજા SFCના પૂર્ણ-સમયના સભ્ય હતાં અને વિવિધ રાજ્ય PSUના બોર્ડમાં સ્વતંત્ર ડિરેક્ટર તરીકે સેવા આપી છે.

રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમારે જારી કરેલા નોટિફિકેશનમાં જણાવાયું હતું કે ગુજરાત પંચાયત ધારા, 1993ની કલમ 226 તથા ભારતના બંધારણની કલમ 243-I અને 243-Yની જોગવાઈના અનુસંધાનમાં ગુજરાતના રાજ્યપાલે યમલભાઈ વ્યાસની અધ્યક્ષતામાં ચોથા SFCની રચના કરી છે.

અરવિંદ પનાગરિયાની આગેવાની હેઠળના 16મા નાણાં પંચે ગયા મહિને ગુજરાતની મુલાકાત લીધી હતી અને સરકારે કરવેરાની આવકમાં રાજ્યોનો હિસ્સો વર્તમાન 41 ટકાથી વધારીને 50 ટકા કરવાની માગણી કરી હતી.

 

Report this page